ગુજરાતના ખેડુતોને ભાજપના રાજમાં થતા અન્યાય

ગુજરાતના ખેડુતોને ભાજપના રાજમાં થતા અન્યાય માટે આમ આદમી પક્ષની મદદની જરૂર છે. ગુજરાતમાં વરસોથી congress પક્ષ ભાજપ સાથે મળી ને વિકાસના નામે ખેડુતોનું નિકંદન કાઢવા બેઠા છે. ગુજરાત વિધાનસભાની ચુંટણી થોડા મહિનામાં આવે છે અને ખેડુતોના રક્ષણ માટે અવાજ ઉઠાવવાની આ સોનેરી તક આમ આદમી પક્ષ માટે છે.

ગુજરાતના ખેડુતોને ભાજપના રાજમાં થતા અન્યાય

ગુજરાતના ખેડુતોને ભાજપના રાજમાં થતા અન્યાય

 • ૧) UPA સરકારે બનાવેલા જમીન અઘિગરહણ land acquisition કાયદા મુજબ PPP, Public Private Partnership project માટે ૮૦ ટકા ખેડુતોની સંમતિ જરૂરી હતી જે મોદી સરકારે એમના માનીતા ઉદ્યોગપતિ મિત્રોને ફાયદો કરાવવા દુર કરી દીઘી અને ગુજરાત સરકારે ૧૫મી August, ભારતના ૭૫મા સ્વાતંત્ર્ય દિવસે જ ખેડુતોની આઝાદી છીનવી લેવાનું ઘોર પાપ કર્યું.
  ગુજરાત સરકારે ૨૦૧૧ પછી જમીનની સરકારી જંત્રીના દર વઘાર્યા નથી અને ગુજરાતમાં બજારભાવ અને સરકારી જંત્રીના દરોમાં ઘણી જગ્યાએ ૪૦ થી ૫૦ ગણો તફાવત છે જેથી corrupt રાજકારણીઓ corruptionથી ભેગા કરેલા કરોડો રુપીયાનું જમીનમાં બિલકુલ ઓછા ભાવથી દસ્તાવેજ કરી જમીનમાં રોકાણ કરી શકે તેમ જ સરકાર ખેડુતોની જમીન સસ્તા ભાવે પડાવી શકે.
 • ૨) ગુજરાત સરકાર Town Planning Scheme જાહેર કરે છે ત્યારે જમીન માલિકોની ૪૦ ટકા જમીન કપાતમાં લઈ લે છે જ્યારે રોડ રસ્તા school વિગેરે માટે માત્ર ૨૫ ટકા જમીનની જ જરૂર હોય છે. વધારાની ૧૫ ટકા જમીન શહેરી વિકાસ વિભાગ પોતાની પાસે રાખે છે અને મોકાની જગ્યા ઊપર જે હરાજીથી વેચી પૈસા કમાય છે અને ખેડુતોને રોડથી અંદર plots ફાળવે છે. આ લુંટાણું છે જે બંધ થવું જોઇએ.
 • ૩) ખેડુતો પાસે બાકી રહેલી ૬૦ ટકા જમીનમાં જ્યારે Residential scheme મુકવામાં આવે છે ત્યારે ઓમાંથી બીજી ૨૫ ટકા જમીન સોસાયટીના રોડ તથા બાગ બગીચા અને common plot માટે કપાસમાં જાય છે અને ખેડુતો પાસે બાકી રહે છે માત્ર ૪૫ ટકા જમીન.
 • ૪) આ બાકી રહેલી જમીન ખેડુત વેચે છે ત્યારે સરકાર ખેડુતો પાસે betterment charges વસૂલ કરે છે.
 • ૫) આ ઉપરાંત ખેડુતોને જમીનના વેચાણની પુરી રકમ ચેકથી મળતી નથી પણ ૪૦ ટકા રકમ ચેકથી અને ૬૦ ટકા રકમ કેશથી એટલે ૪૦ ટકા white money અને ૬૦ ટકા black money મળે છે. આમ black Moneyનું જમીનમાં રોકાણ થાય છે અને એ જ black money ફરી પાછા ક્યાંક invest થાય છે અને black money આમ economy માં ફરતા રહે છે અને લોકોને ઉલ્લુ બનાવવા નોટબંઘી અને કેશલેસ ઇકોનેમીના નાટકો ભજવાતા રહે છે.
 • ૬) આ બાકી રહેલી જમીન ખેડુત જ્યારે વેચે છે ત્યારે સરકાર ૧૯૭૮ થી વેચાણની તારીખ સુધીના ભાવના તફાવત ઉપર income tax વસુલે છે. હવે ગણતરી માંડી જુઓ, શું આવે છે ગરીબ ખેડુતોના હાથમાં? એક તરફ ખેડુતોનું શોષણ અને બીજી તરફ અદાણી જેવા મિત્રોને પાણીના ભાવે જમીનની લહાણી, આ જ છે ભાજપની ખેડુત વિરોધી નીતિ.
 • ૭) શહેરી વિકાસ સત્તા મંડપ જ્યારે Development plan બનાવે છે ત્યારે માત્ર સરકારના માનીતા ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓના હિતોને જ ધ્યાનમાં રાખવામાં આવે છે અને ખેડુતોના વાંઘાં ધ્યાનમાં લેવામાં આવતા નથી.
  બીજો અગત્યનો મુદ્દો છે આદિવાસી મહિલાઓનો જેના ઘરો દારુની બદીના કારણે ઊજડી રહ્યા  છે કારણ કે ગુજરાતમાં દારુબંઘી માત્ર હપતા ઉઘરાવવા માટે જ છે. આ મુદ્દો આમ આદમી પક્ષને આદિવાસી વિસ્તારમાં ખૂબ જ મતો અપાવી શકે એમ છે.

2 thoughts on “ગુજરાતના ખેડુતોને ભાજપના રાજમાં થતા અન્યાય”

 1. શું આમ આદમી પક્ષ ગુજરાતના ખેડુતોના મુદદાઓ ઉકેલવાની કોઇ ગેરેંટી આપશે ખરી? ગુજરાતમાં જંત્રીના રેટ બજારભાવ જેટલા કરવાની અને stamp duty ઘટાડવી જોઇએ જેથી સરકારની આવકમાં કોઇ ફરક પડે નહીં અને real estate માંથી કાળા નાણું દુર થાય.

  Reply
 2. સુરતના લોકોમાં સુરત international Airport બે દાયકા પછી પણ શરુ ન થતા અને નીગરીકોના બે groups એક દાયકાથી Social mediaમાં સતત લડત આપતા રહયા છે છતાં પણ કશું નકકર પરિણામ આવ્યું નથી અને સુરતના લોકોમાં આ મુદદે સરકાર સામે ખુબ જ અસંતોષ છે. શું આમ આદમી પક્ષ સુરતને fully functional International Airport મળે તે માટે કોઇ ગેરેંટી આપશે ખરી?

  Reply

Leave a Comment