About Us
આપ ગુજરાત ડિજિટલ યુગમાં યુવાઓની ગુજરાતી ઓળખ છે. યુવા પેઢીને આકર્ષતા અને નીડર અને ઈમાનદાર લોકોના સહારે અમે ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે કટિબંધ છીએ. માધ્યમોની ભીડમાં લોક-લાગણી અને લોકોની માહિતીની જરૂરિયાતને Aap Gujarat સૌથી વધારે સમજી શક્યું છે. લોકતંત્રની ચોથી જાગીરને સાચવવાનો પ્રયાસ અમે કરતાં આવ્યાં છીએ અને કરતા રહીશું. ડિજિટલ માધ્યમથી લોકોમાં હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા aapgujarat.in લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.
aapgujarat.in ગુજરાતી માહિતીને શ્રેષ્ઠ રીતે પીરસે છે અને ડિજિટલ યુગમાં aapgujarat.in એ ગુજરાતીઓની પરિકલ્પનાઓને જાળવવા અને સંસ્કૃતિના સંવર્ધનનું કામ કરછે. ગુજરાતના સ્થાનિક મુદ્દાઓ તેમજ સિદ્ધિઓને લઈને ગુજરાતીઓનો અવાજ બનવાનો aapgujarat.in હંમેશા પ્રયત્ન કરછે. ગુજરાતીઓની લાગણી અને માગણીનું મહામાધ્યમ બનવા માટે પણ અમે કટિબદ્ધ છીએ.
અમારી ટીમમાં અનુભવી યુવાઓ અને આધુનિકતાથી માહિતગાર લોકો શામેલ છે. અમારું કર્તવ્ય સૌથી પહેલા અને સૌથી વિશ્વસનીય વાત પહોંચાડવાનું છે. પત્રકારત્વના હાર્દને નુકસાન પહોંચાડ્યા સિવાય સચોટ આંકડા અને સરળ ભાષામાં માહિતી આપના સુધી પહોંચે તે અમારું ધ્યેય છે.