જન્મનો દાખલો
  • 1 ઓક્ટોબર 2023થી સમગ્ર દેશમાં જન્મનો દાખલો અને મૃત્યુ દાખલોની નોંધણી (સુધારો) અધિનિયમ, 2023 લાગુ થવા જઈ રહ્યો છે. જન્મ અને મૃત્યુની નોંધણી (સુધારો) અધિનિયમ, 2023 જે જન્મ પ્રમાણપત્રને શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ, ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યૂ કરવા, મતદાર યાદી તૈયાર કરવા, આધાર નંબર, લગ્નની નોંધણી અથવા સરકારી નોકરીમાં નિમણૂક માટે એક દસ્તાવેજ તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.
  • આ સંશોધિત કાનૂન અમલમાં આવ્યા બાદ ઘણા જરૂરી કામ સરળ થઈ જશે, ડૉક્યુમેન્ટ તરીકે ફક્ત જન્મનો દાખલોને રજૂ કરવું પૂરતું હશે.

જન્મનો દાખલો

જન્મ અને મૃત્યુની નોંધણી (સુધારો) અધિનિયમ, 2023

જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમ, 1969માં સુધારો, જન્મ અને મૃત્યુની નોંધણી સમવર્તી સૂચિ હેઠળ આવે છે, જે આ વિષય પર કાયદો બનાવવા માટે સંસદ અને રાજ્ય વિધાનસભા બંનેને સત્તા આપે છે.
આ કાયદાનો ઉદ્દેશ્ય ડિજિટલ નોંધણી દ્વારા જન્મ અને મૃત્યુનો રાષ્ટ્રીય અને રાજ્ય-સ્તરનો ડેટાબેઝ તૈયાર કરવાનો છે, જે આખરે જાહેર સેવાઓ અને સામાજિક લાભોની કાર્યક્ષમતા અને પારદર્શિતામાં વધારો કરશે.
સુધારેલ અધિનિયમ રજીસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયાને રજિસ્ટર્ડ જન્મ અને મૃત્યુનો રાષ્ટ્રીય ડેટાબેઝ જાળવવાની સત્તા આપે છે. મુખ્ય રજિસ્ટ્રાર (રાજ્યો દ્વારા નિયુક્ત) અને રજિસ્ટ્રાર (સ્થાનિક વિસ્તારો માટે રાજ્યો દ્વારા નિયુક્ત) ને રાષ્ટ્રીય ડેટાબેઝ સાથે નોંધાયેલ જન્મ અને મૃત્યુના ડેટા શેર કરવા ફરજિયાત છે.
દરેક રાજ્યના મુખ્ય રજિસ્ટ્રાર રાજ્ય સ્તરે એક સમાન ડેટાબેઝ જાળવવા માટે જવાબદાર રહેશે. નવો કાયદો જન્મ પ્રમાણપત્રને વ્યક્તિની જન્મ તારીખ અને સ્થળના ચોક્કસ પુરાવા તરીકે સ્થાપિત કરશે.
નવા નિયમો જન્મ અને મૃત્યુની નોંધણી (સુધારો) અધિનિયમ, 2023ના રોજ અથવા તે પછી જન્મેલા લોકોને લાગુ પડશે. જેનો હેતુ જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમ, 1969ની 14 કલમોમાં સુધારો કરવાનો છે.
જેલમાં કે હોટલમાં જન્મ થયો હોય તેવા કિસ્સામાં જન્મ નોંધણી ફરજિયાત રહેશે. આ કિસ્સામાં આધાર નંબર જેલર અથવા હોટેલ મેનેજરને આપવાનો રહેશે. દત્તક લીધેલા, અનાથ, ત્યજી દેવાયેલા, સરોગેટ બાળક અને સિંગલ પેરેન્ટ અથવા અપરિણીત માતા માટે બાળકની નોંધણી પ્રક્રિયામાં પણ આ જોગવાઈ ફરજિયાત રહેશે. સરકારી સેવાઓ અને બેંકિંગ સુવિધાઓ મેળવવા માટે આધાર જરૂરી છે.
જન્મ અને મૃત્યુની નોંધણી માટે પણ ફરજિયાત રહેશે. ઉદાહરણ તરીકે, જન્મ દરમિયાન, જ્યારે તબીબી અધિકારી જન્મનો અહેવાલ આપે છે, ત્યારે માતાપિતા અને માહિતી આપનારના આધાર નંબર આપવાનું ફરજિયાત રહેશે. તબીબી સંસ્થાઓ માટે મૃત્યુ પ્રમાણપત્ર મફતમાં આપવાનું ફરજિયાત રહેશે. મૃત્યુ પ્રમાણપત્રના બદલામાં કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.

ડિજિટલ બર્થ સર્ટિફિકેટ

ડિજિટલ બર્થ સર્ટિફિકેટ એ એક જ દસ્તાવેજ છે, જેનો ઉપયોગ વ્યક્તિની જન્મ તારીખ અને જન્મ સ્થળ સાબિત કરવા માટે થાય છે. આ અધિનિયમ કેન્દ્રિય પોર્ટલ પર તમામ જન્મ અને મૃત્યુની નોંધણી કરવાની જોગવાઈ કરે છે.
ડિજિટાઇઝ્ડ બર્થ સર્ટિફિકેટ સાથે, દેશમાં જન્મ તારીખ અને સ્થળ સાબિત કરવા માટે અન્ય કોઈ દસ્તાવેજોની જરૂર રહેશે નહીં. ડિજિટલ બર્થ સર્ટિફિકેટ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ પહેલું પગલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *