ભારતીય સેનામાં બાહુબલી C295 સામેલ, ખાસિયતો જાણી ને દુશ્મનો હેરાન. દેશની તાકાતમાં આજે પ્રચંડ વધારો થયો છે. કારણકે ભારતને આજે પ્રથમ C-295 ટેક્ટિકલ મિલિટરી એર લિફ્ટ પ્લેન મળવા જઈ રહ્યું છે. સ્પેનના સેવિલે પ્લાન્ટમાં તૈયાર થયેલ C-295ને ભારત લાવવા વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરી સ્પેન પહોંચ્યા હતા. હાલ C-295 ટેક્ટિકલ મિલિટરી એર લિફ્ટ પ્લેનને આગ્રા એરબેઝમાં તૈનાત કરાશે. દેશમાં લવાયેલ આ પ્રથમ એરક્રાફ્ટનું હિંડન એરબેઝ ઇન્ડક્શન કરવામાં આવશે.
જ્યારે મે 2024માં બીજું C-295 એર લિફ્ટ પ્લેન દેશને મળે તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. ખાસ વાત એ પણ જાણવા મળી રહી છે કે લગભગ 56 એરક્રાફ્ટ લાવવાનું આયોજન ચાલી રહ્યું છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે 16 તૈયાર એરક્રાફ્ટ આવશે અને 40 એરક્રાફ્ટનું ગુજરાતના વડોદરામાં નિર્માણ કરવામાં આવી શકે છે. ટાટા એડવાન્સ સિસ્ટમ કંપની 2024 થી તેને તૈયાર કરશે. હાલમાં તેની અંતિમ એસેમ્બલી લાઇનનું કામ પ્રગતિ હેઠળ છે. જે 2026માં તૈયાર થઈ જશે. એરબસ અને ટાટાના હૈદરાબાદ અને નાગપુર પ્લાન્ટમાં 14,000 થી વધુ સ્વદેશી ભાગો તૈયાર કરી અને અંતિમ એસેમ્બલિંગ માટે વડોદરા મોકલવામાં આવશે. સપ્ટેમ્બર 2021માં, ભારતે યુરોપિયન કંપની એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ (ADSpace) સાથે 21 હજાર કરોડ રૂપિયાની ડીલ પર સહી કરી હતી.
વિશેષતા:
- શોર્ટ એકઓફ અને લેન્ડિંગની વિશેષતા છે જે કટોકટીના સમયમાં તેની મદદથી શોર્ટ ટેક-ઓફ અને લેન્ડિંગ કરી શકાય છે. કંપનીના દાવા પ્રમાણે માત્ર 320 મીટરના અંતરથી ટેક-ઓફ કરવાની તાકાત ધરાવે છે. સિવાય લેન્ડિંગ માટે માત્ર 670 મીટરનું અંતર જ જોઈએ છે.
- વધુમાં દેશના પહાડી વિસ્તારોમાં ઓપરેશન માટે તે મદદરૂપ સાબિત થશે. તે લદ્દાખ, કાશ્મીર, સિક્કિમ અને આસામ જેવા પહાડી વિસ્તાર ઇમરજન્સીમાં કામ આવી શકે છે.
- વધુમા તે 11 કલાક સુધી સતત ઉડવાની ક્ષમતા ધરાવે છે. તેની લંબાઈ 24.45 મીટર અને પહોળાઈ 8.65 મીટર અને 25.81 મીટર છે પાંખોનો ફેલાવો છે. 12.69 મીટર લાંબી પ્રેશરાઇઝ્ડ કેબિ અને તે 30 હજાર ફૂટની ઉંચાઈ સુધી ઉડવાની ક્ષમતા છે.
- આ પ્લેન 7,050 KG ના પેલોડને પણ ઉપાડી શકે છે. એટલે કે એક સાથે 71 સૈનિકો, 44 પેરાટ્રૂપર્સ, 24 સ્ટ્રેચર અથવા 5 કાર્ગો પેલેટ્સ સાથે ઉડી શકે છે.
- પાછળના ભાગમાં રેમ્પ ડોર ધરાવતું આ એરક્રાફ્ટના કટોકટી ટાણે કાર્ગોનું લોડિંગ અને અનલોડિંગ સરળ બનાવે છે. તથા ટચ સ્ક્રીન સ્માર્ટ કંટ્રોલ સિસ્ટમ પણ છે.