કેજરીવાલની ગેરંટી ભ્રષ્ટાચારમુક્ત ગુજરાત Kejriwal Ni Guarantee

કેજરીવાલની ગેરંટી ભ્રષ્ટાચારમુક્ત ગુજરાત માટે Kejriwal Ni Guarantee કોઇ પણ સરકારી ઓફિસમાં કામ કરાવવા માટે આપે અહીં-તહીં નહીં જવું પડે. દિલ્હીની જેમ એક કોન નંબર જાહેર કરવામાં આવશે. તમારે આ નંબર પર ફોન કરી તમારુ કામ જણાવવાનું રહેશે. તમારું કામ જાણ્યા બાદ તમે કહેલા સમયે એક સરકારી કર્મચારી તમારા ઘરે આવશે અને કામ કરી આપશે. તમારે કોઇને લાંચ આપવાની જરૂર પડશે નહીં. દિલ્હીની જેમ ગુજરાતને પણ બનાવીશું ભ્રષ્ટાચાર મુક્ત #Aapguajart

દિલ્હીની જેમ ગુજરાતમાં ભ્રષ્ટાચારને સંપૂર્ણ રીતે બંધ કરાવવામાં આવશે. શ્રી અરવિંદ કેજરીવાલની ભ્રષ્ટાચારમુક્ત ગુજરાતની ગેરંટી (Kejriwal Ni Guarantee)

Kejriwal Ni Guarantee

કેજરીવાલની ગેરંટી

દિલ્હીમાં અમે ઘણા કામ કર્યા – શાળાઓ અને હોસ્પિટલો સારી કરી દીધી, વીજળી મફત કરી દીધી, 12 લાખ યુવાનોને રોજગારી આપી. આ સિવાય પણ અનેક કામ કર્યા.

  •  હું અરવિંદ કેજરીવાલ, ગેરંટી આપું છું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા પર…

રોજગાર ગેરંટી

  1. દરેક બેરોજગારને રોજગાર મળશે.
  2. જ્યાં સુધી નોકરી ના મળે ત્યાં સુધી દરેક બેરોજગારને 3000 રૂપિયા પ્રતિ મહિનો બેરોજગારી ભથ્થું આપવામાં આવશે.
  3. સરકારી નોકરીઓમાં 10 લાખ નવી ભરતી કરવામાં આવશે.
  1. પેપરલીકના મુદ્દે કાયદો બનાવવામાં આવશે અને પેપરલીક થયા વગર દરેક પરીક્ષાઓ સમયમર્યાદામાં પૂરી કરવામાં આવે તે પણ ખાસ સુનિશ્ચિત કરવામાં આવશે.
  2. સહકારી ક્ષેત્રોમાં નોકરીઓની ભરતીમાં લાગવગ અને ભ્રષ્ટાચાર બંધ કરી પારદર્શિતા લાવવામાં આવશે. સામાન્ય જનતાને નોકરીઓની તક આપવામાં આવરો.

વીજળી ગેરંટી

  1. દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં દર મહિને દરેક ઘરને 300 યુનિટ નિઃશુલ્ક વીજળી આપવામાં આવશે.
  1. ગુજરાતના દરેક ગામડામાં અને શહેરોમાં કોઈપણ વીજકાપ વિના સતત 24 કલાક વીજળી આપવામાં
  1. 31 ડિસેમ્બર, 2021 સુધીના દરેક જુના ઘરેલું વીજળી બિલ માફ કરવામાં આવશે.

 મહિલાઓ માટે ગેરંટી

  • 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાઓને દર મહિને મળશે રુપિયા 1000 જેટલી સ્ત્રી સન્માન રાશિ.

ખેડૂતો માટે ગેરંટી

  1. ખેડૂતોને ખેતી માટે દિવસે 12 કલાક વીજળી આપવામાં આવશે.
  2. અનેક પાકો પર ખેડૂતોને એમએસપીની કિંમત આપવામાં આવશે.
  3. નવા જમીન માપણી સર્વે રદ્દ કરી ખેડૂતોના સહયોગથી જમીન સર્વે નવેસરથી કરવામાં આવશે.
  4. દરેક ખેતર સુધી પાણી પહોંચાડવામાં આવશે.
  5. નર્મદા બંધના સંપૂર્ણ કમાંડક્ષેત્રમાં પાણી પહોંચાડવાની કામગીરી 1 વર્ષની અંદર પૂરી કરવામાં આવશે

શિક્ષણ ગેરંટી

  1. ગુજરાતના દરેક બાળકને ઉત્તમ અને ફ્રી શિક્ષણ આપવામાં આવશે.
  2. દિલ્હીની જેમ દરેક સરકારી શાળાઓને આધુનિક બનાવવામાં આવશે.
  3. દિલ્હીની જેમ ગુજરાતમાં પણ ખાનગી શાળાઓને મનફાવે તેમ ફીસ વધારો કરવા દેવામાં આવશે નહીં
  4. દરેક હંગામી શિક્ષકોને કાયમી કરવામાં આવશે. ખાલી પડેલી જગ્યાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે.
  5. શિક્ષકો પાસે શિક્ષણ આપવા સિવાયનું અન્ય કોઇ કાર્ય કરાવવામાં નહીં આવે.

પંચાયત ગેરંટી

  1. દરેક ગ્રામ પંચાયતને વિકાસ કાર્યો માટે વાર્ષિક 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે.
  2. દરેક સરપંચને દર મહિને 10 હજાર રૂપિયાની માનદ પગાર આપવામાં આવશે.

આરોગ્ય ગેરંટી

  1. દિલ્હીની જેમ ગુજરાતના દરેક નાગરિકને મફત અને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  2. દિલ્હીની જેમ દરેક દવાઓ, ટેસ્ટ અને ઓપરેશન નિઃશુલ્ક કરાવવામાં આવશે.
  3. દિલ્હીની જેમ ગુજરાતમાં દરેક ગામડાં અને વોર્ડમાં મહોલ્લા ક્લિનિક શરૂ કરવામાં આવશે
  4. ગુજરાતની દરેક જૂની સરકારી હોસ્પિટલોને શાનદાર બનાવવામાં આવશે અને નવી હોસ્પિટલ શરૂ કરવામાં આવશે.
  5. માર્ગ અકસ્માતના દરેક દર્દીને સમગ્ર ગુજરાતમાં મકત સારવારની સુવિધા આપવામાં આવશે.

 તીર્થયાત્રા ગેરંટી

  1. દિલ્હીની જેમ ગુજરાતના દરેક વડીલોને તેમના મનપસંદ પવિત્ર તીર્થધામોની નિઃશુલ્ક તીર્થયાત્રા કરાવવામાં આવશે. ત્યાં આવવું જવું રહેવું, ભોજન બધું જ નિઃશુલ્ક રહેશે.

 ભ્રષ્ટાચારમુક્ત ગુજરાતની ગેરંટી

  1. દિલ્હીની જેમ ગુજરાતમાં ભ્રષ્ટાચારને સંપૂર્ણ રીતે બંધ કરાવવામાં આવશે.
  2. કોઇપણ સરકારી ઓફિસમાં કામ કરાવવા માટે આપે અહીં-તહીં નહીં જવું પડે, દિલ્હીની જેમ એક કોન નંબર જાહેર કરવામાં આવશે. આપ આ નંબર પર ફોન કરી તમારૂ કામ જણાવો. કોઈ સરકારી કર્મચારી આપના ઘરે આવશે અને કામ કરી આપશે. તમારે કોઇને લાંચ આપવાની જરૂર નથી.

 વેપારીઓ માટે ગેરંટી

  1. ગુજરાતના દરેક વેપારી માટે ભયનું વાતાવરણ નાબૂદ કરવામાં આવશે.
  2. ગુજરાતના દરેક વેપારીને યોગ્ય માન-સન્માન આપવામાં આવશે.
  3. ગુજરાતના વેપારીઓને રેડ રાજ અને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ આપવામાં આવશે.
  4. VAT Amnesty સ્કીમ લાવવામાં આવશે અને 6 મહિનાની અંદર VAT રીફંડ અપાવવામાં આવશે.
  5. દરેક વિસ્તારના વેપારીને પ્રતિનિધિત્વ આપી એક Advisory Board બનાવવામાં આવશે અને ગુજરાતના વેપારીઓને સરકારમાં ભાગીદાર બનાવવામાં આવશે.

— અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટી

CM, મંત્રી, MLA કે કોઈપણ અધિકા ભ્રષ્ટચાર કરવા દેવામાં નહીં આવે.

એ વાત થી તમે કદાસ અજાણ નહિ જ હોય કે આજે તમારે કોઈ પણ કામ કરાવવું હોય કે પછી સરકાર ની કોઈ પણ યોજના નો લાભ લેવો હોય તો સૌથી પહેલા રીસ્વત આપવી પડે છે. અને આ કરપ્શન એટલી હદે વધી ગયું છે કે ગુજરાતમાં જેમની પાસે પૈસા છે અથવા તો તે કોઈ નેતાનો ઓળખીતો છે, તો તેનું કામ તુરંત થઇ જાય છે અને જો એ વ્યક્તિ કોઈ ગરીબ પરિસ્થિતિ માંથી આવતો હોય તો તેને બિચારાને ધક્કા જ ખાવા પડે છે.

  • આ ભર્ષ્ટાચાર પાછળ સૌથી વધુ જવાબદાર કોઈ હોય તો તે આપણું રાજ કારણ છે જેમાં મુખ્ય મંત્રી થી લઇ નાના માં નાનો પટ્ટાવાળા નો સમાવેશ થાય છે.
  • દિલ્લી માં આમ આદમી પાર્ટી ની સરકાર બની ત્યારથી શ્રી અરવિંદ કેજરીવાદ દ્વારા ત્યાંથી ભર્ષ્ટાચાર નો સફાયો કરી નાખ્યો છે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટી ની સરકાર બને તો દિલ્લી ની જેમ ગુજરત માંથી પણ આપણે ભર્ષ્ટાચાર ને જડ મૂળ માંથી નષ્ટ કરીશું તે Kejriwal Ni Guarantee છે.

ગુજરાતની જનતાના પૈસા ગુજરાતની જનતા પર જ ખર્ચ કરવામાં આવશે.

રાજ્યમાં દર વર્ષે વિધાન સભા ની અંદર બજેટ સત્ર હોય છે ત્યારે ગુજરાત રાજ્ય નું બજેટ નક્કી કરવામાં આવે છે તેની અંદર બજેટ નો મોટા ભાગનો હિસ્સો જે ફાલતું ના પ્રોજેક્ટ ની અંદર વાપરવામાં આવે છે અને એમનો બે ગણો હિસ્સો તો કરપ્સન માં જતો રહે છે

સરકાર દ્વારા રજુ કરવામાં આવતો બજેટ નો આંકડો તે જનતાના ટેક્ષના રૂપિયા છે પરતું ક્યારેય જનતાના ટેક્ષના પૈસા જનતા પર ખર્ચ નથી થતા જો ગુજરતમાં આમ આદમી પાર્ટી ની સરકાર બનશે તો અમે જનતાના ટેક્ષના એક એક રૂપિયા નો હિસાબ જનતા ને આપીશું અને સ્વાસ્થ્ય સુવિધા તથા રોજગારી માટે વધુમાં વધુ બજેટ ફાળવાય એવું કરીશું. Aap Ni Guarantee

 સરકારી કામ માટે કોઈએ લાંચ આપવી નહીં પડે.

જેમ આગળ અમે જણાવ્યું તેવી રીતે દિલ્લીમાં જેમ કેજરીવાલ જી એ ભર્ષ્ટાચાર ને નાબુત કર્યો છે ત્યાં કોઈ પણ સરકારી કામ માટે કોઈને પણ એક રૂપિયો દેવાની જરૂર નથી તેવી જ સીસ્ટમ અમે ગુજરાતમાં પણ લાગુ કરવાના છીએ જેથી કરીને તમારે સરકારી કામ માટે કોઈ પણ અધિકારી કે કોઈ રાજકારણી ને રીસ્વત આપવી નહિ પડે અને તમારું કામ સરળ તથા જડપી થશે.

તમામ નેતાઓના કાળા ધંધા બંધ કરાવીશું.

ગુજરાત ની અંદર ભ્રષ્ટ્રાચાર એટલી હદે વધી ગયો છે કે માત્ર તમારા ગામ નો સરપંચ પણ પાંચ વર્ષ માટે ફોરવ્હીલ લઇ ને ફરતો થઇ જાય છે ધારા સભ્ય તથા મંત્રી ઓ ની વાત તો કઈક જુદી જ છે આ બધ રૂપિયા આમની પાસે ક્યાંથી આવે છે તમે ક્યારેય વિચાર કર્યો છે આ બધા રૂપિયા તમારા ટેક્ષના રૂપિયા છે જે આ ભ્રષ્ટાચારી નેતાઓ કાળા ધંધા થી કમાઈ છે આ ટુકમાં બ્લેક મની છે કોઈ નેતા તેની આવક નથી દર્શાવતો પરતું આ કળા ધંધા ની કમાણી પોતાના અન્ય સગા સંબધી ના નામ પ્રોપટી માં રોકાણ કરે છે અમારી ગુજરાત માં અમારી સરકાર આવતા ની સાથે જ અમે તમામ નેતાઓના કાળા ધંધા બંધ કરાવીશું.

પેપર લીક કરનારાઓને જેલમાં મોકલીશું.

એ વાત થી તમે વાકિફ છો કે ગુજરાતમાં કોઈ પરીક્ષા પારદર્શકતા થી થતી નથી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની અંદર પેપર ફૂટે જ છે અને છેલ્લા પાંચ વર્ષ થી તો ઘણા ખરા વિદ્યાથી ઓ એવા હશે કે જેમને એક ની એક પરીક્ષા પાંચ પાંચ વખત આપવી પડી પરીક્ષા આપી ને ઘરે આવીએ ત્યાં તો ટીવી પર ન્યુજ આવે કે પરીક્ષા નું પેપર ફૂટી ગયું..

બે પાંચ દિવસ સોસીયલ મીડિયામાં આ ન્યુઝ ચાલે છે અને પછી લોકો ભૂલી જાય છે ક્યારે પણ કોઈ મૂક્ય સુત્રધાર ને સજા નથી થતી માટે અમે એવું નક્કી કર્યું છે કે ગુજરાત માં આમ આદમી પાર્ટી ની સરકાર બનશે એટલે પેપર લીક કરનારાઓને જેલમાં મોકલીશું.

આગની જેમ ફેલાવો કેજરીવાલ ની ગેરંટી!!

Leave a Comment