રુઢીવાદી સમાજને અરીસોઃ પુત્રીના પહેલા પીરિયડ પર પિતાએ આપી ભવ્ય પાર્ટી

રુઢીવાદી સમાજને અરીસોઃ પુત્રીના પહેલા પીરિયડ પર પિતાએ આપી ભવ્ય પાર્ટી આ ઉજવણી દરમિયાન લોકોએ રાગિણીને ગિફ્ટમાં સેનેટરી પેડ આપ્યા હતા. રાગિણીએ કહ્યું કે, દરેક માતા-પિતાએ આ વિશે વિચારવું જોઈએ,પીરિયડ્સ આવવું સામાન્ય છે. જેમ કે મારા માતા-પિતાએ કેક કાપીને મારો પ્રથમ પિરિયડ ઉજવ્યો હતો,. હું મારા મિત્રો અને શાળાના વાલીઓને પણ આ અંગે જાગૃત કરીશ.

રુઢીવાદી સમાજ

આપણા દેશમાં લોકો માસિક ધર્મ વિશે ખુલીને વાત કરવામાં અસ્વસ્થતા અનુભવે છે. એવી ઘણી વાતો આપણે સાંભળી છે અને જોઈ છે કે જ્યાં સ્ત્રીઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે અને જ્યારે તેઓ માસિક ધર્મમાં હોય ત્યારે તેમની સાથે અસ્પૃશ્ય જેવો વ્યવહાર કરવામાં આવે છે.

માસિક ધર્મ દરમિયાન મહિલાઓને અપવિત્ર માનવામાં આવે છે અને આ દિવસોમાં ધાર્મિક સ્થળો અને રસોડામાં પ્રવેશ પર પણ પ્રતિબંધ છે. આ તમામ ઘટનાઓ વચ્ચે ઉત્તરાખંડના કાશીપુરમાંથી આવો હૃદય સ્પર્શી કિસ્સો સામે આવ્યો છે જે તમામ માતા-પિતા માટે બોધપાઠ સમાન છે.

આપણે જ્યારે પણ માસિક ધર્મ એટલે કે પીરિયડ્સની વાત કરીએ છીએ કે તરત જ બાબા આદમના સમયની રૂઢિચુસ્ત વિચારસરણી સામે આવે છે. આજકાલ તો પણ શાળાઓમાં અને પરિવારમાં પણ આ વિષય પર ખુલીને વાત કરવામાં આવે છે. ત્યારે ઉત્તરાખંડના કાશીપુરના એક પિતાએ પોતાની પુત્રીના પ્રથમ પીરિયડની ઉજવણી કરી છે. પિતાની આ વિચારસરણીની સોશિયલ મીડિયાથી લઈને સામાન્ય લોકોમાં પ્રશંસા થઈ રહી છે. પિરિયડના દુખાવાથી પીડાતી અન્ય દીકરીઓને પણ પિતાની આ વિચારસરણી પર ગર્વ છે.

તેમણે વિચાર્યું કે, જ્યારે તેની પુત્રીને પ્રથમ પિરિયડ્સ આવશે, ત્યારે તે તેને તહેવારની જેમ ઉજવશે. આ અંતર્ગત 17 જુલાઈના રોજ દીકરીના પ્રથમ માસિક ધર્મ પર એક સમારોહનું આયોજન કર્યું હતું અને કેક કાપીને ઉજવણી કરી હતી.સેનેટરી પેડ ગિફ્ટ કર્યો.

Leave a Comment