SBI SCO Recruitment 2023: SBIમાં મેનેજર અને સ્પેશ્યલ ઓફિસરની 442 જગ્યાાઓ પર ભરતી.

SBI SCO Recruitment 2023: બેંકિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું સ્વપ્ન જોતાં લોકોને સ્વપ્ન સાકાર કરવાની સુવર્ણ તક મળી શકે છે. હાલ રિઝર્વ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને અન્ય ઘણી બેંકોમાં વિવિધ પોસ્ટ માટે ભરતી ચાલી રહી છે. ત્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સ્પેશ્યલ કેડર ઓફિસરની જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

SBI SCO Recruitment
આ ભરતીમાં મેનેજર અને સ્પેશિયાલિસ્ટ ઓફિસરની 442 જગ્યાઓ પર ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. ઉમેદવારો SBIની ઓફિશિયલ વેબસાઇટ sbi.co.in પર જઈને અરજી કરી શકે છે. ભરતી માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા 16 સપ્ટેમ્બર 2023થી શરૂ થઈ ચૂકી છે અને 6 ઓક્ટોબર 2023 સુધી અરજીઓ કરી શકાશે.
  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ- 16 સપ્ટેમ્બર 2023
  • ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ- 6 ઓક્ટોબર 2023
  • ઓનલાઈન ટેસ્ટની તારીખ (આશરે)- ડિસેમ્બર 2023/ જાન્યુઆરી 2024
  • એડમિટ કાર્ડ ઈશ્યુ થવાની તારીખ- પરીક્ષાના 10 દિવસ પહેલા
SBI SCO Recruitment 2023- લાયકાત
શૈક્ષણિક લાયકાત વિશે વિગતવાર માહિતી માટે ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશ જોઈ શકે છે.
 
SBI SCO Recruitment 2023- વય મર્યાદા 
પોસ્ટ મુજબ અલગલગ વય મર્યાદા છે. 
SBI SCO Recruitment 2023- પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવામાં આવશે, જેમાં મેરિટના આધારે શોર્ટલિસ્ટિંગ અને ઈન્ટરવ્યૂ તથા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે.
 
SBI SCO Recruitment 2023- એપ્લિકેશન ફી
SBIની આ ભરતી પ્રક્રિયા અંતર્ગત જનરલ/OBC/EWS ઉમેદવારોએ એપ્લિકેશન ફી પેટે રૂ. 750 ચૂકવવા પડશે. જ્યારે SC, ST ઉમેદવારોએ કોઈ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં.
એપ્લિકેશન ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા ઑનલાઇન જમા કરી શકાય છે. 
 
SBI SCO Recruitment 2023- પગાર
પસંદગી પામેલા ઉમેદવારોને હોદ્દા પ્રમાણે રૂ. 36000 થી   રૂ.1 લાખ સુધીનો પગાર આપવામાં આવશે.

Leave a Comment