Railway Recruitment 2023: રેલવે વિભાગમાં 2.50 લાખ જગ્યાઓ પર બમ્પર ભરતી.

Railway Recruitment 2.50 lakh Post: રેલવે વિભાગ 2.50 લાખ જેટલા નવા કર્મચારીઓની ભરતી કરશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવે વિભાગમાં વિવિધ ઝોન અને પોસ્ટ મુજબ ખાલી પદોની માહિતી શેર કરી છે.
Railway Recruitment
India Railway Recruitment on 2.50 lakh Post: રેલવેમાં નોકરી મેળવવાની ઇચ્છા ધરાવાત લાખો યુવાનો માટે એક સારા સમાચાર આવ્યા છે. હાલમાં ભારતીય રેલ્વેમાં 2,48,895 જગ્યાઓ ખાલી છે અને રેલ્વે તેને વહેલી તકે ભરવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવે વિભાગમાં ખાલી પદોની ઝોન પ્રમાણે અને પોસ્ટ મુજબ માહિતી શેર કરી છે.

 

રેલવે વિભાગમાં 2.50 લાખ પદ ખાલી

રેલ્વે વિભાગના જણાવ્યા અનુસાર, રેલવેના તમામ ઝોનમાં કુલ ગ્રુપ સીની 2,48,895 જગ્યાઓ ખાલી છે. તો તમામ ઝોનમાં ગ્રૂપ A અને B પોસ્ટ માટે 2,070 જગ્યાઓ ખાલી છે. રેલ્વે વિભાગે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. ભારતીય રેલ્વેની ભરતી વેબસાઇટે એ પણ માહિતી આપી હતી કે વિભાગ ટૂંક સમયમાં 2.48 લાખથી વધુ ખાલી જગ્યાઓ પર ભરતી કરવાની તૈયારી કરી રહ્યું છે. રેલવે મુખ્યત્વે સિક્યોરિટી સ્ટાફ, આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર (ASM), NTPC અને TCની જગ્યાઓ માટે ભરતી કરશે.
ભારતીય રેલ્વે બોર્ડ સામાન્ય રીતે વિવિધ ગ્રૂપ દ્વારા વર્ગીકૃત થયેલી ભરતીની સૂચના બહાર પાડે છે. સામાન્ય રીતે રેલવેની અંદરની તમામ પોસ્ટને બે રીતે વહેંચવામાં આવે છે. ગ્રૂપ A અને ગ્રૂપ Bની નોકરીઓ ગેઝેટેડ પોસ્ટ્સ હેઠળ જ્યારે ગ્રૂપ ‘C’ અને ‘D’ પોસ્ટ્સ નોન-ગેઝેટેડ હેઠળ સામેલ છે.

રેલવેમાં નોકરીઓની 4 કેટેગરી

  • ગ્રૂપ A : રેલવે વિભાગની ગ્રૂપ-ઓ કેટેગરીમાં સામાન્ય રીતે એવી પોસ્ટનો સમાવેશ થાય છે જેમાં UPSC દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમ કે સિવિલ સર્વિસ પરીક્ષા, એન્જિનિયરિંગ સેવા પરીક્ષા અને સંયુક્ત તબીબી સેવા પરીક્ષા દ્વારા ભરતી કરવામાં આવે છે.
  • ગ્રૂપ B : ગ્રુપ Bમાં સેક્શન ઓફિસર ગ્રેડના પદનો સમાવેશ થાય છે, જે ડેપ્યુટેશનના આધારે ગ્રૂપ ‘C’ રેલવે કર્મચારીઓ કરતાં મોટી ભૂમિકાઓ છે.
  • ગ્રૂપ C : ગ્રૂપ C હેઠળ – રેલવે વિભાગમાં સ્ટેશન માસ્ટર, ટિકિટ કલેક્ટર, ક્લાર્ક, એપ્રેન્ટિસ, સિક્યુરિટી સ્ટાફ, ટ્રાફિક એપ્રેન્ટિસ અને વિવિધ એન્જિનિયરિંગ પોસ્ટ્સ (ઇલેક્ટ્રિકલ, સિગ્નલ અને ટેલિકોમ, સિવિલ, મિકેનિકલ) સહિતના પદો પર કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે.
  • ગ્રૂપ D : ગ્રુપ – Dમાં ટ્રેક-મેન, હેલ્પર, આસિસ્ટન્ટ પોઈન્ટ્સ મેન, સફાઈવાલા/સફાઈવાલી, ગનમેન, પટાવાળા અને રેલવે વિભાગના વિવિધ મંડળો અને બોર્ડમાં અન્ય વિવિધ પદ પર ભરતી કરવામાં આવે છે.

રેલ્વે નોકરીઓ 2023 માટે કેવી રીતે અરજી કરવી

  • ભારતીય રેલ્વેની સત્તાવાર વેબસાઇટ “Indianrailways.gov.in” પર જાઓ.
  • તમારો પસંદગીના RRB પ્રદેશ, RRC અથવા મેટ્રો રેલ વિકલ્પ પસંદ કરો.
  • તમે જે ઝોન અથવા વિભાગ માટે અરજી કરવા માંગો છો તે પસંદ કરો.
  • ભરતી સેક્શન પર પહોંચો અને આપેલા નોટિફિકેશનને સારી રીતે સમજો.
  • ઓનલાઈન અરજી ફોર્મ વાંચો અને તેને યોગ્ય રીતે ભરો.
  • મહેરબાની ધ્યાનમાં રાખો કે, રેલવે નોકરીની અરજી માટે આધાર કાર્ડ ફરજિયાત છે.
  • જરૂરી એપ્લિકેશન ફીની ચૂકવણી કરો અને પછી ‘સબમિટ’ બટન પર ક્લિક કરો.
  • હવે સબમિટ કરેલી એપ્લિકેશનને તમારા કોમ્પ્યુટરની સ્ક્રીન પર Save કરી લો અથવા પ્રિન્ટ કરાવી લો.

Leave a Comment