WhatsApp Channel શું છે જાણો, WhatsApp Channel કઇ રીતના બનાવી?

WhatsApp Channels: મેટા કંપની દ્વારા વોટ્સએપના એક નવા ફીચર્સને હાલમાં લોન્ચ કરવામાં આવ્યું છે. જેનું નામ WhatsApp Channel છે. આ ફીચર દુનિયાના મોંટાભાગના દેશોમાં લોન્ચ કરી દેવામાં આવ્યું છે. વોટ્સએપ ચેનલ એ ટેલિગ્રામ ચેનલની જેવુ જ છે પણ તેનાથી અલગ પડે છે. અહિયાં તમને અનલિમિટેડ લોકો ફોલો કરી શકે છે અને તમે પોતે પણ ચેનલ બનાવી શકો છો.

WhatsApp Channels
WhatsApp Channel કેવી રીતે બનાવવી, WhatsApp Channel ખરેખર શું છે અને WhatsApp Channelના ફીચર્સ શું શું છે તેના વિશે આજે અહિયાં માહિતી મેળવવાના છીએ. ટેકનોલૉજીનો જમાનો છે તો તમારે ટેકનોલોજીમાં થતાં દરેક અપડેટથી વાકેફ પણ રહેવુ જોઈએ. તો જાણો આજે વોટ્સએપના એક નવા ફીચર WhatsApp Channel વિશે.

What Is WhatsApp Channel: વોટ્સએપ ચેનલ શું છે?

WhatsApp Channel એ whatsappનું એક નવું ફીચર છે જ્યાં તમે ચેનલને ફોલો કરીને તમારા પસંદગગી મુજબની માહિતી મેળવી શકો છો. WhatsApp Channel માં તમારી બધી જ માહિતી ગુપ્ત રહેશે જેમ કે તમારું પ્રોફાઇલ, એડમીન પણ ફૉલોઅર્સને જોઈ શકશે નહીં અને વોટ્સએપ ચેનલમાં અનલિમિટેડ મેમ્બર તમારી બનાવેલી ચેનલને ફોલો કરી શકે છે.
WhatsApp Channelમાં પણ વોટ્સએપ ગ્રૂપની જેમ જ મેસેજ સેન્ડ કરી શકાશે પણ જેમણે ચેનલ બનાવી છે તેજ વોટ્સએપ ચેનલમાં મેસેજ સેન્ડ કરી શકે છે. WhatsApp Channel એ પ્રાઈવસીની રીતે સુરક્ષિત છે કેમ કે વોટ્સએપ ગ્રૂપમાં કોઈપણ મેમ્બર તમારો મોબાઈલ નંબર જોઈ શકશે નહિ. જ્યારે અહિયાં તો ખુદ વોટ્સએપ ચેનલ બનાવનાર પણ તમને જોઈ શકશે નહીં. માટે વોટ્સએપ ચેનલનો આ પણ એક સૌથી સરસ ફાયદો છે.

What Is The Features Of WhatsApp Channel: વોટ્સએપ ચેનલના ફીચર્સ કયા કયા છે?

  1. તમારી WhatsApp Channelમાં અનલિમિટેડ ફોલોવર્સ જોડાઈ શકે છે એટલે કે તમને ફોલો કરી શકે છે.
  2. વોટ્સએપ ગ્રૂપમાં ગ્રુપ સંખ્યા ફૂલ થઈ જતાં નવા ગ્રુપ બનાવવા પડતાં તે હવે સીધું ચેનલ બનાવી શકો છો.
  3. તમે સરકારી સંસ્થાઓ દ્વારા બનાવેલ ચેનલ દ્વારા અથવા કોઈ નેતા દ્વારા બનાવેલ ચેનલ, ન્યૂઝ ચેનલ, સેલિબ્રિટીની ચેનલમાં જોડાઈને નવી નવી અપડેટ તરત જ મેળવી શકો છો.
  4. WhatsApp Channelમાં તમારું પ્રોફાઇલ, મોબાઈલ નંબર કે અન્ય માહિતી કોઈપણ જોઈ શકતું નથી.
  5. તમે ચેનલમાં આવેલી પોસ્ટને ઇમોજી દ્વારા રીએક્ટ કરી શકો છો. ચેનલમાં રીએક્ટ કરનારની સંખ્યા બતાવશે પણ તેને કોણે કોણે રીએક્ટ કર્યું તે જોઈ શકાશે નહીં.
  6. જે ચેનલના નામની આગળ લીલા રંગનું ચેકમાર્ક હોય, WhatsAppએ તેની પ્રમાણિત હોવાની ખાતરી કરેલી હોય છે.
  7. ચેનલ કેવા પ્રકારની પોસ્ટ અપડેટ કરે છે તે પહેલાંથી જોઈ શકો છો અને પછી તમને પસંદ આવે તો તમે તેને ફોલો કરી શકો છો.

How To Create A WhatsApp Channel: વોટ્સએપ ચેનલ કેવી રીતે બનાવવી?

  • સૌપ્રથમ તો તમારૂ વોટ્સએપ અપડેટ ન કર્યું હોય તો અપડેટ કરવું.
  • ત્યારબાદ જ્યાં સ્ટેટ્સનું ઓપ્શન આવતું હતું ત્યાં Updates કરીને ઓપ્શન આવ્યું હશે.
  • Updates ઓપ્શનમાં જઈને + બટન ઉપર ક્લિક કરવું.
  • + બટન ઉપર ક્લિક કરતાં જ તમને Find Channel અને Create Channel ઓપ્શન દેખાશે. (નોંધ: Create Channel) ઓપ્શન ના દેખાય તો થોડા દિવસમાં આવી જશે).
  • ત્યારબાદ Create Channel ઉપર ક્લિક કરવું અને તમને ચેનલના ફીચર્સનું ટેબ દેખાશે અને નીચે Continue બટન દેખાશે.
  • Continue બટન ઉપર ક્લિક કરો અને એક નવુ ટેબ ખુલશે.
  • નવા ટેબમાં ચેનલનું નામ, પ્રોફાઇલ ફોટો અને ચેનલની માહિતી લખો અને Create Channel બટન ઉપર ક્લિક કરો.
  • Create Channel બટન ઉપર ક્લિક કરતાં જ તમારી ચેનલ બની જશે.
  • ચેનલ બનતા જ તમે તેમાં પોસ્ટ કરી શકો છો અને તેની લિંક પણ ચેનલના નામ ઉપર ક્લિક કરી કોપી કરી શેર કરી શકો છો.

Leave a Comment