Mukhyamantri Yuva Swavalamban Yojana મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY)Scholarship સહાય 2023-24

Table of Contents

Mukhyamantri Yuva Swavalamban Yojana અમલમાં મુકવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે.  જેમાં વિદ્યાર્થીઓને વિવિધ તબક્કે ટ્યુશન ફીમાં સહાય, સાધનો અને પુસ્તકો ખરીદવા સહાય, તથા રહેવા માટે હોસ્ટેલ ખર્ચમાં સહાય પુરી પાડવામાં આવે છે.  રાજ્યના તેજસ્વી અને જરૂરિયાતમંદ  વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી પોતાની કારકિર્દીનું ઘડતર કરે તે માટે આર્થિક સહાય આપવામાં આવે છે. આ આર્ટિકલમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં ઓનલાઈન અરજી, કયા અભ્યાસક્રમ માટે કેટલી સહાય? યોજનાના નિયમો અને શરતો વિશે વિગતવાર જાણીશું. તો આજે કંઈક નવું જાણીએ.

Mukhyamantri Yuva Swavalamban Yojana

Bullet Point of Mukhyamantri Yuva Swavalamban Yojana.

યોજનાનું નામ Mukhyamantri Yuva Swavalamban Yojana
અમલીકરણ કર્તા સરકારી વિભાગ શિક્ષણ વિભાગ.
યોજનાનો ઉદ્દેશ ધોરણ- 10 અને ધોરણ- 12 બાદ ઉચ્ચ અભ્યાસમાં સહાય.
શિષ્યવૃતિ કોને મળે? પ્રથમ વર્ષમાં પ્રવેશ વખતે.
કયા પ્રવાહના વિદ્યાર્થીઓને સહાય મળે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ
Official Website mysy.guj.nic.in
Helpline Numbers 079-265660007043333181

 મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)શું છે?

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 07-10-2015 ના ઠરાવથી Mukhyamantri Yuva Swavalamban Yojana (MYSY) યોજના અમલમાં મુકવામાં આવેલ છે. રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓના વાલીઓ પોતાની મર્યાદિત આવકને કારણે ઉચ્ચ અભ્યાસક્રમની ફી ની ચુકવણી તથા આર્થિક નિભાવ ખર્ચ માટે મુંઝવણ અનુભવતા હોય છે. વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસક્રમ પુરો કરી શકે તે માટે સરકાર દ્વારા ટ્યુશન ફીમાં સહાય, સાધનો અને પુસ્તકો ખરીદવા સહાય, તથા રહેવા માટે હોસ્ટેલ ખર્ચમાં સહાય આપવામાં આવે છે.

Mukhyamantri Yuva Swavalamban Yojana માં અરજી કરવાની પાત્રતા.

સરકાર દ્વારા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્રતાના ધોરણો નક્કિ કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે ચાર શરતોનો સમાવેશ થાય છે.

(1) સ્નાતક કક્ષાના અભ્યાસક્રમાં વિદ્યાર્થીને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહમાં પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સેન્ટાઈલ હોવા જોઈએ.

(2) ડિપ્લોમાં અભ્યાસક્રમમાં વિદ્યાર્થીને ધોરણ-10 ની પરિક્ષામાં 80 કે તેથી વધુ પર્સેન્ટાઈલ હોવા જોઈએ.

(3) ડી-ટુ-ડી અભ્યાસક્રમ ડીપ્લોમાં અભ્યાસક્રમની પરિક્ષામાં 65% કે તેથી વધુ ટકા હોવા જોઈએ.

(4) વિદ્યાર્થીના વાલીની આવક ₹ 6,00,000/- થી ઓછી હોવી જોઈએ.

Mukhyamantri Yuva Swavalamban Yojana કયાં અભ્યાસક્રમાં કેટલી સહાય.

મિત્રો, સરકાર દ્વારા MYSY Scholarship યોજનામાં તમામ ઉચ્ચ અભ્યાસક્રમ આવરી લેવામાં આવ્યા છે. જેમાં વિવિધ તબક્કે ટ્યુશન ફી, સાધન સહાય, પુસ્તક ખરીદીમાં સહાય, હોસ્ટેલ ફીમાં સહાય જેવી આર્થિક મદદ કરવામાં આવે છે. જેની વિગતે માહિતી મેળવીએ.

Yuva Swavalamban Yojana કયાં અભ્યાસક્રમાં કેટલી સહાય.

મિત્રો, સરકાર દ્વારા MYSY Scholarship યોજનામાં તમામ ઉચ્ચ અભ્યાસક્રમ આવરી લેવામાં આવ્યા છે. જેમાં વિવિધ તબક્કે ટ્યુશન ફી, સાધન સહાય, પુસ્તક ખરીદીમાં સહાય, હોસ્ટેલ ફીમાં સહાય જેવી આર્થિક મદદ કરવામાં આવે છે. જેની વિગતે માહિતી મેળવીએ.

(1) ટ્યુશન ફીમાં સહાય.

વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસક્રમમાં ચુકવવી પડતી ટ્યુશન ફીની 50% રકમ અથવા નીચે દર્શાવેલ કોઠામાં મહત્તમ કિંમત, બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર છે.

અભ્યાસક્રમ   :-                /                 મહત્તમ સહાય

  • .મેડીકલ અને ડેન્ટલ માટે. :-           ₹ 2,00,000/-
  • .ઈજનેરી, ટેકનોલોજી, આર્ટિટેક, ફાર્મસી, આયુર્વેદ, એગ્રીકલ્ચર, નર્સીંગ, હોમીયોપેથીક, ફીઝીયોથેરાપી, વેટનરીવેટનરી, પેરા-મેડીકલ.માટે  :-           ₹ 50,000/-
  • .કોઈપણ ડિપ્લોમાં અભ્યાસક્રમ  :-        ₹ 25,000/-
  • .B.sc, BA, B Com, BBA, BCA માટે :-     ₹ 10,000/-

 (2) રહેવા જમવા માટેની સહાય/હોસ્ટેલ ફી.

.વિદ્યાર્થીઓને 10 મહિના માટે ₹ 1,200/- દર મહિને સહાય મળશે.

વાર્ષિક કુલ ₹ 12,000/- ની સહાય મળવાપાત્ર.

પાત્રતા ધરાવતા, પોતાના વતનના તાલુકાથી દુર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ સહાય મળવાપાત્ર છે.

જે વિદ્યાર્થીઓ સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવે છે.તેઓને આ સહાય મળવાપાત્ર થશે નહી.

(3) સાધનો તથા પુસ્તકો ખરીદવા માટેની સહાય.

  • .મેડીકલ અને ડેન્ટલ માટે:-      ₹ 10,000/-
  • ઈજનેરી, ટેકનોલોજી, આર્ટિટેક, ફાર્મસી, આયુર્વેદ, એગ્રીકલ્ચર, નર્સીંગ, હોમીયોપેથીક, ફીઝીયોથેરાપી, વેટનરીવેટનરી,પેરા-મેડીકલ.માટે:-     ₹ 5,000/-
  • કોઈપણ ડિપ્લોમાં અભ્યાસક્રમ:-        ₹ 3,000/-

Note- જે વિદ્યાર્થીઓ સરકારી કે બીજી કોલેજમાં અભ્યાસ કરે છે. તેઓને આ સહાય મળવાપાત્ર છે.

સમગ્ર અભ્યાસક્રમ દરમ્યાન ફક્ત એક વખત સાધનો તથા પુસ્તકો ખરીદવા સહાય મળશે.

MYSY Scholarship યોજનામાં અરજી ક્યાં કરવી?

Mukhyamantri Yuva Swavalamban Yojana (MYSY) નો લાભ લેવા વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યા બાદ, સરકારશ્રી દ્વારા જાહેરાત થયેથી mysy.guj.nic.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. વિદ્યાર્થીઓએ mysy.guj.nic.in પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને લોગીન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ જરૂરી વિગતો ભરીને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને નક્કી કરેલ હેલ્પ સેન્ટર ખાતે જઈને વેરીફીકેશન કરાવવાનું હોય છે.

મિત્રો, હેલ્પ સેન્ટરના સરનામા સાથેની વિગતો મેળવવા અહીં ક્લિક કરો.   https://mysy.guj.nic.in/Frm_stu_tot_rej.aspx

જરૂરી  Documents

  • વિદ્યાર્થીના આધારકાર્ડની સ્વ પ્રમાણિત કોપી.
  • ધોરણ- 10 અને ધોરણ- 12 પાસ કર્યા અંગેની માર્કશીટની કોપી.
  • ડીગ્રી/ડિપ્લોમાં એડમિશન લીધાનો પત્ર.
  • ટયુશન ફી ભરેલ તમામ પહોચ.
  • સ્વ ઘોષણાપત્ર અસલ.
  • વિદ્યાર્થીના વાલીનો આવકનો દાખલો.
  • સંસ્થાના આચાર્યશ્રીનું હેટર હેડ પર પ્રમાણપત્ર.
  • જમવાના બીલની પહોંચ તથા હોસ્ટેલમાં પ્રવેશ પહોચની નકલ.
  • વિદ્યાર્થીના બેંક ખાતાની પ્રથમ પાનાની નકલ.
  • આવક વેરો ભરવા પાત્ર આવક થતો ના હોય તેવું વાલીનું સ્વ ઘોષણાપત્ર. અથવા ઈન્કમટેક્ષ રિર્ટન નકલ.

MYSY Scholarship ચાલુ રાખવાના નિયમો.

વિદ્યાર્થી ભારત સરકાર કે રાજ્ય સરકાર દ્વારા સહાયકારી કોઈપણ એક યોજનાનો જ લાભ લઈ શકશે. બીજી કોઈ શિષ્યવૃતિની યોજનાનો લાભ લઈ શકશે નહી.

વિદ્યાર્થીએ અભ્યાસક્રમ દમ્યાન પછીના શૈક્ષણિક વર્ષમાં સહાય મેળવવા માટે, તેના આગળના વર્ષની પરિક્ષામાં ઓછામાં ઓછા 50% માર્કસ સાથે પાસ કરવાની રહેશે.

શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીની ઓછામાં ઓછી 75% હાજરી હોવી જોઈએ.

વિવિધ તબક્કે મળનાર સહાય વિદ્યાર્થીના બેંક ખાતામાં સીધી જ જમા થશે.

વર્ષ 2023-24 ના વિદ્યાર્થીઓ માટે Mukhyamantri Yuva Swavalamban Yojana ઓનલાઈન અરજી કરવા માટે પ્રકિયા તા. 11/09/2023 થી શરૂ થય છે.

Leave a Comment