WhatsApp Update: 24 ઓક્ટોબરથી ઘણા ફોન માં whatsapp બંધ થઈ જશે. જાણો ક્યા- ક્યા ફોન માં બંધ થઈ જશે.WhatsApp Support Stop in Android Smartphone List

WhatsApp Support Stop in Android Smartphone List : વોટ્સએપે જણાવ્યું કે, એન્ડ્રોઇડ વર્ઝન 4.1 અને તેનાથી જૂના તમામ વર્ઝન પર ચાલતા સ્માર્ટફોનમાં સપોર્ટ કરવાનું બંધ કરશે.

WhatsApp Support Stop in Android Smartphone List 

 

WhatsApp Support Stop in Smartphone of Android 4.1 version : WhatsApp સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી Aninstant messaging application છે. Meta કંપનીની માલિકીનું WhatsApp યુઝર્સના અનુભવ, ગોપનીયતા અને સુરક્ષાને બહેતર બનાવવા માટે નવા ફિચરો ઉમેરતું રહે છે. WhatsApp Android, ios અને વેબ સહિત તમામ વર્ઝન પર નવા સિસ્ટમ અપડેટ્સને વર્ચ્યુઅલી ઇન્ટ્રોલ કરતુ રહે છે. પરંતુ રોજેરોજ એડવાન્સ થતી ટેક્નોલોજીને કારણે, WhatsApp જુની થયેલી ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરવાનું બંધ કરે છે. હવે ફરી એકવાર WhatsApp ઘોષણા કરી છે કે 24 ઓક્ટોબરથી તેણે Android OS વર્ઝન 4.1 અને તેનાથી જૂની ઓપરેટિંગ સિસ્ટમથી ચાલતા ડિવાઇસમાં WhatsApp સપોર્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

કયા સ્માર્ટફોનમાં વોટ્સએપ સપોર્ટ કરવાનું બંધ કરશે (WhatsApp Support Stop in Android Smartphone List)

  1. સોની એક્સપીરિયા ઝેડ (Sony Xperia Z)
  2. એલજી ઓપ્ટિમસ જી ગો (LG Optimus G Pro)
  3. સેમસંગ ગેલેક્સી એસ2 (Samsung Galaxy S2)
  4. સેમસંગ ગેલેક્સી નેક્સસ (Samsung Galaxy Nexus)
  5. HTC સેન્સેશન (HTC Sensation)
  6. મોટોરોલા ડ્રોઇડ રેઝર (Motorola Droid Razr)
  7. સોની એક્સપીરિયા એસ2 (Sony Xperia S2)
  8. મોટોરોલા ઝૂમ (Motorola Zoom)
  9. સેમસગં ગેલેક્સી ટેબ 10.1 (Samsung Galaxy Tab 10.1)
  10. આસુસ ઇ પેડ ટ્રાન્સફોર્મર (Asus Eee Pad Transformer)
  11. એસર આઇકોર્નિયા ટેબ એ5003 (Acer Iconia Tab A5003)
  12. સેમસંગ ગેલેક્સી એસ (Samsung Galaxy S)
  13. HTC ડિઝાયર એચડી (HTC Desire HD)
  14. એજી ઓપ્ટીમસ 2એક્સ (LG Optimus 2X)
  15. સોની એરિક્શન એક્સપીરિયા અર્ક3 (Sony Ericsson Xperia Arc3)
  16. નેક્સન 7 7 (Android 4.2 પર અપગ્રેડ)
  17. સેમસંગ ગેલેક્સી નોટ 2 (Samsung Galaxy Note 2)
  18. એચટીસી વન (HTC One)

વોટ્સએપ સપોર્ટ બંધ થયા પછી શું થશે? ((WhatsApp Support Stop)

વોટ્સએપનું કહેવું છે કે યૂઝર્સને અગાઉથી એલર્ટ મોકલવામાં આવશે અને તેમને તેમના સ્માર્ટફોન ડિવાઈસને અપગ્રેડ કરવા માટે કહેવામાં આવશે. જો કોઈ યુઝર પોતાનો ફોન અપગ્રેડ નહીં કરે તો WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે. એટલે કે યુઝર્સ તેમના ફોનમાં કોઈપણ પ્રકારના વોટ્સએપ ફંક્શનનો ઉપયોગ કરી શકશે નહીં. એટલે કે યુઝર્સ તેમના મોબાઇલમાંથી વોટ્સએપ પરથી મેસેજ અને કોલ મોકલી અને રિસિવ કરી શકશે નહી.

Leave a Comment